વિક્રમા-2ના બિલ્ડર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ પાલિકાનો પ્લોટ પચાવી પાડી બગીચો બનાવી દીધો..
વિક્રમા-2ના બિલ્ડરે ફાયર એન ઓ સી લીધી નથીં, ફ્લેટ ધારકો જીવના જોખમે રહેવા મજબુર...
પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની કૃપાથી નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ કોર્પોરેશનના 71 નંબરનો રેસીડેન્સીઅલ પ્લોટ પર ગાર્ડન બનાવી દીધો...

શહેરના તાંદલજા વિસ્તારમાં ટીપી 23માં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રને લો રાઇઝ રહેણાંક બિલ્ડીંગમાં 8 ટાવરના એપાર્ટમેન્ટની સ્કીમમાં ગેરકાયદેસર ઇમ્પેક્ટ ફી ભરીને પેન્ટહાઉસ બાંધી દઇને વેચાણ કરી દેવાયું હોવાનો સનસનીખેજ ખુલાસો થયા બાદ પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની કૃપાથી નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ કોર્પોરેશનના 71 નંબરનો રેસીડેન્સીઅલ પ્લોટ પર ગાર્ડન બનાવી દીધો હોવાનો વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને તેથી ગાર્ડન બનાવી દેનારા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ થવી જોઇએ. ટી.પી. સ્કીમ નં 23 (તાંદળજા) વિક઼મા-2 ની વચ્ચે આવેલ મહાનગર પાલીકા ના રહેણાંક માટે વેચાણ માટે રહેલા ટી.પી.અનામત પ્લોટ નં 71 મા ચચૉસ્પદ પોલિસ અધિકારી ના પુત્ર એ ગાર્ડન કરી અને દબાણ કર્યું છે અને વિક્રમા-2 માં વસવાટ કરતા ફ્લેટ માલિકોને વપરાશ માટે આપી દીધો છે. મહાનગર પાલિકાનો ફાઇનલ પ્લોટ નં 71 રહેણાંક વેચાણ માટેના પ્લોટમાં દબાણ કરેલું હોવા ની ટી.ડી.ઓને જાણ હોવા છતા મહાનગર પાલિકાના માલિકીના પ્લોટમાં કરાયેલું દબાણ દુર કરેલું નથી અને ચર્ચાસ્પદ પોલિસ અધિકારીના પુત્ર સામે એક પણ નોટિસ આપેલી નથી કે લેન્ડ ગ઼ેબીંગની કરીયાદ પણ કરેલી નથી. ભષ્ટાચારમાં ગળાડુબ ટી.ડી.ઓ સહિતના અધિકારીઓ વડોદરાના વિકાસ ને બદલે મહાનગર પાલિકાની તીજોરીને નુકસાન કરતા હોય એવુ ફલીત થાય છે. વિક્રમા-2 ની ઇમ્પેક્ટની ફાઈલો મંજૂર કરતી વખતે વિક્રમા-2માં વસવાટ કરતા ફ્લેટ માલિકોને અંધારામા રાખી ગેરકાયદેસર ઇમ્પેક્ટની ફાઈલો મંજૂર કરેલી છે.

સરકારના ઇમ્પેક્ટના કાયદામા નિયમ છે કે રહેણાંક એપારમેન્ટ/ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય અને મિલકતનુ વેચાણ થઈ અને દસ્તાવેજ થઈ ગયેલો હોય તેવા તમામ માલિકોની 100% N.O.C. ( ના વાંધા પ઼માણ પત્ર ) રજુ કર્યા બાદ જ ઇમ્પેક્ટના કેસો મંજૂર કરવા પરંતુ ટી.પી.23 તાંદળજા માં આવેલ વિક્રમા-2 મા ફ્લેટ માલિકોના સીટી.સર્વ કચેરીમા અલગ અલગ પ઼ોપર્ટી કાર્ડ બની ગયા છે. તેમ છતા ત્યારબાદ ઇમ્પેક્ટની ફાઈલો ગેરકાયદેસર મંજૂર કરેલી છે. ઉપરાંત વિક્રમા-2માં રહેતા ફ્લેટ માલિકોનુ NOC રજુ કરેલ નથી..કે ફાયર વિભાગ નુ પણ NOC રજુ કરેલં નથી..પરંતુ ચચૉસ્પદ પોલિસ અધિકારીના પુત્ર હોવાથી અને જીતેશ રમણલાલ ત્રિવેદીના અંગત આર્કીટેક દ્વારા ઇમ્પેક્ટની ફાઈલો મંજૂરી અર્થ રજુ કરવામા આવી હોય તેથી તમામ છુટછાટ આપી ગેરકાયદેસર મંજૂર કરેલ છે
જીતેશ ત્રિવેદીના અંગત આર્કીટેક્ટ દ્વારા ઇમ્પેક્ટની ફાઇલોને મંજૂરી માટે મુકવામાં આવી હતી...
ટીપી 23 તાંદલજામાં આવેલા વિક્રમા 2માં ફ્લેટ માલિકોના સીટી સર્વેની ઓફિસમાં અલગ અલગ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા છતાં ઇમ્પેક્ટની ફાઇલોને ગેરકાયદેસરની મંજૂરી આપી દેવાઇ છે. નવાઇની વાત એ છે કે વિક્રમા 2માં રહેતા ફ્લેટના માલિકોનું એનઓસી પણ રજૂ કરાયું નથી કે પછી ફાયર વિભાગનું એનઓસી પણ રજૂ કરાયું નથી છતાં ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના પુત્ર હોવાથી તથા જીતેશ ત્રિવેદીના અંગત આર્કીટેક્ટ દ્વારા ઇમ્પેક્ટની ફાઇલોને મંજૂરી માટે મુકવામાં આવી હોવાથી તમામ છૂટછાટો આપીને તમામ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી ફાઇલોને ગેરકાયદેસરની મંજૂરી આપી દેવાઇ છે.
બાંધકામ પરવાનગી શાખાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર...
આ ગેરકાયદેસર પેન્ટહાઉસના બાંધકામ કરવાથી સીજીડીસીઆરના નિયમ મુજબ હાઇરાઇઝમાં આવી જાય છે અને હાઇરાઇઝના નિયમો અલગ હોય છે. હાઇરાઇઝની વિકાસ પરવાનગી લેતા સમયે રજા ચિઠ્ઠી મેળવતા સમયે આ ફાઇલમાં સિવીલ એવીએશન વિભાગની મંજૂરીનું સર્ટી રજૂ કરવાનું હોય છે તથા ફાયર ઓનઓસી પણ મેળવવાનું હો. છે અને રજૂ કરવાનું હોય છે અને ત્યારબાદ હાઇરાઇઝના નિયમોને ધ્યાનમાં રાખીને ઇમ્પેક્ટની ફાઇલોને મંજૂર કરવાની હોય છે પણ જીતેશ ત્રિવેદીના અંગત આર્કિટેક્ટ દ્વારા ફાઇલો મુકાતા તેને ગેરકાયદેસર મંજૂરી આપી દેવાઇ હતી. બાંધકામ પરવાનગી શાખા દ્વારા શહેરમાં આ પ્રકારે ઘણી બિલ્ડીંગોન ઇમ્પેક્ટની ફાઇલોને ગેરકાયદેસર મંજૂર કરી દેવાઇ છે. સરકારે આ પ્રકારે કરોડોનો ભ્રષ્ટાચાર આચરનાર જીતેશ ત્રિવેદી સામે કાયદેસરના પગલાં લઇને આ ગેરકાયદેસર મંજૂર કરેલી તમામ ફાઇલોને નામંજૂર કરવી જોઇએ.

Reporter: admin