News Portal...

Breaking News :

તરસાલીના સાંતમ હાઇલેન્ડમાં જુગારધામ પર LCBનો દરોડો, 8 ઝડપાયા

2026-09-02 17:56:28
તરસાલીના સાંતમ હાઇલેન્ડમાં જુગારધામ પર LCBનો દરોડો, 8 ઝડપાયા

વડોદરા: શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા તરસાલી ખાતે સાંતમ હાઇલેન્ડ ફ્લેટમાં ચાલી રહેલા જુગારધામનો ઝોન-3 LCBની ટીમે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે ફ્લેટ નં. H/102માં ઓચિંતો દરોડો પાડીને જુગાર રમતા 8 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 7 આરોપીઓ સ્થળ પર હાજર ન મળતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, LCB ટીમને બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ ચંદુભાઈ પરમાર પોતાના ફ્લેટમાં બહારથી લોકોને બોલાવી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

દરોડા દરમિયાન પ્રજ્ઞેશ પરમાર સહિત જહાંગીર ઉર્ફે સલીમ મેમણ, હરેશ માળી, મોબીન મન્સુરી, જાવીદ પટેલ, મયૂર વાઘેલા, વનરાજસિંહ ગોહીલ અને દીપક શર્માની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાલુ, ઇમરાન દરબાર, નવાજ હસન પટેલ, ઇરફાન કાજી, પ્રકાશ ઉર્ફે પિન્ટુ તિવારી, સિરાજ ઉમર ઘાંચી અને મિરાજને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસે સ્થળ પરથી ₹1,75,690 રોકડ, 8 મોબાઇલ ફોન અને 3 ટુ-વ્હીલર સહિત કુલ ₹3,37,690નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post