News Portal...

Breaking News :

સડેલા ઈંડા અને બગડેલા ખાદ્યપદાર્થોની ફરિયાદ બાદ સ્વિગી ઇન્સ્ટામાર્ટને FSSAIની 9 નોટિસ

2026-07-12 11:37:46
સડેલા ઈંડા અને બગડેલા ખાદ્યપદાર્થોની ફરિયાદ બાદ સ્વિગી ઇન્સ્ટામાર્ટને FSSAIની 9 નોટિસ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)એ ગ્રાહકોની ફરિયાદોને આધારે સ્વિગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી છે. ફરિયાદોમાં સડેલા ઈંડા, બગડેલા પરાઠા, એક્સપાયર્ડ વ્હે પ્રોટીન, દૂષિત દૂધ, ક્ષતિગ્રસ્ત પેકેજ્ડ ફૂડ સહિત અન્ય અસુરક્ષિત ખાદ્યપદાર્થોની ડિલિવરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

FSSAIના જણાવ્યા મુજબ, આ ફરિયાદો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ના સંભવિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે. નિયમનકારી સંસ્થાએ સ્વિગી ઇન્સ્ટામાર્ટ પાસેથી વિગતવાર ખુલાસો અને પાલન અહેવાલ માંગ્યો છે. સંતોષકારક જવાબ ન મળ્યે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

તપાસ દરમિયાન કેટલાક કેસોમાં ખોટા અથવા અમાન્ય લાઇસન્સ નંબર, ખાદ્યપદાર્થોના સંગ્રહ અને ગુણવત્તા નિયંત્રણમાં ખામીઓ પણ સામે આવી હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી બાદ ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોને લઈને ફરી ચર્ચા તેજ બની છે.

Reporter: admin

Related Post