કોયલી ગ્રામ પંચાયત ખાતે ‘સ્વચ્છતા સપ્તાહ’ અને ‘જન કલ્યાણ શિબીર યોજાઇ
વડોદરા,તા.૧૨: સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજરોજ વડોદરા તાલુકાના કોયલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા પવિત્ર સંતરામ મંદિર ખાતે ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ તેમજ ‘જન કલ્યાણ શિબીર’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખશ્રી પુનમભાઇ જાદવ, કોયલી ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહિતના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને ગામની સ્વચ્છતા માટે સામૂહિક ધારાસભ્યશ્રી સહિત વિવિધ મહાનુભાવો અને જાગૃત ગ્રામજનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીના હસ્તે સંતરામ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાર્થક કરવા માટે તમામ અતિથિઓ, પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ સાથે મળીને મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.
Reporter: admin







