News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું વધુ વ્યાપક, જિલ્લાના ૫૩૯ ગામોમાંથી ૮૫૯ કિલો ઘન

2024-09-20 17:05:14
વડોદરા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું વધુ વ્યાપક, જિલ્લાના ૫૩૯ ગામોમાંથી ૮૫૯ કિલો ઘન


દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નાગરિકો ઉત્સાહભેર સ્વયંભુ રીતે સ્વચ્છતા શ્રમદાનમાં જોડાઈ રહ્યા છે. વડોદરા જિલ્લામાં શિનોર, કરજણ, ડેસર, વાઘોડિયા, સાવલી અને પાદરા તાલુકાના ૯ ગામોમાં નાગરિકો સ્વયંભુ રીતે જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે.


સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ૫૩૯ ગામોમાં માંથી ૮૫૦ કિલો જેટલા ઘન કચરાનાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સ્વચ્છતા શ્રમદાન યજ્ઞમાં ૧૪૬૨ કરતા વધુ ગ્રામજનો જોડાઈને સ્વચ્છતા હિ સેવા અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું. આજે શિનોર તાલુકાનું અચિસરા, કરજણ તાલુકાનું હાંડોદ, ડેસર તાલુકાનાનું ઉદલપુર અને પાદરા તાલુકાના મદાપુર અને ગોરિયાદ તથા સાવલી તાલુકાના અલીન્દ્રા, નારપુરા અને અજેસર ગામમાં ગ્રામજનો સ્વયંભુ રીતે જોડાઈને આ અભિયાનને વધાવ્યું છે. વધુમાં વાઘોડિયા તાલુકામાં અભિયાનની બેઠક બાદ પદાધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


ગામના નાગરિકો દ્વારા ગામના જાહેર માર્ગો અને જગ્યાઓ પરથી  કચરો એકત્ર કર્યા બાદ ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે સફાઈ કરેલ સ્થળોએ દવાનો છંટકાવ કરવાની પ્રવૃત્તિ પણ હાથ ધરી હતી. આ સાથે લોકો અભિયાનને જનજન સુધી પહોચાડવા માટે ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત સુકો અને ભીનો કચરો અલગ રાખવા વિશે લોકોમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ સાથે નાગરિકોને સ્વરછતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. આમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા હી સેવા ના આહવાનને ઝીલીને તેને માત્ર એક અભિયાન જ નહિ પરંતુ લોકજીવન શૈલી બને તે માટે જનભાગીદારી થકી વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ રહી છે.

Reporter: admin

Related Post