જો કે ઉંચા ભાવની 64 કરોડના ભાવની તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઇ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે મળી હતી. જેમાં 16 કામો અને એક વધારાનું મળી 17 કામો લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે 12 કામોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ચાર કામો નામંજૂર કરી એક કામને મુલતવી કરવામાં આવ્યું છે.
નવા શહેર પ્રમુખ નિમાયા બાદ પહેલી વખત એવું બન્યું છે કે સ્થાયીમાં રજૂ કરાયેલા કામો નામંજૂર થયા છે અને મુલતવી રહ્યા છે અને તેથી 1 મહિનાના ટ્યુશન બાદ હવે શહેર પ્રમુખ શીખી ગયા છે કે સ્થાયીમાં કેવા વહિવટો થાય છે અને તેથી તેમના કાર્યકાળમાં પહેલીવખત કામો નામંજૂર થયા છે. ઉલ્લેખનિય છે કે નવા શહેર પ્રમુખ ડો.સોનીની વરણી બાદ મળેલી સ્થાયીની 5 બેઠકોમાં કરોડોના તમામ ઉંચા ભાવના કામો સડસડાટ મંજૂર કરી દેવાયા હતા. જો કે ઉંચા ભાવની 64 કરોડના ભાવની તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઇદર અઠવાડિયા મળતી આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. કમિશનર તરફથી આવેલા કામો બાબતે ચર્ચા વિચારણા કરી બાર કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટ્રાફિક શાખા કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી, રોડ પ્રોજેક્ટ શાખા સયાજીબાગ જુ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સહિતના કામો મૂકવામાં આવ્યા હતા. ખર્ચાના અંતે વરસાદી ગટર નાખવાના ત્રણ કામો અને પૂર્વ ઝોનમાં ટીપી રસ્તો કારપેટ સીલકોટ કરવાના કામને નામંજૂર કરવામાં આવ્યા હતા સાથે રોડ પ્રોજેક્ટ શાખાનું રૂપારેલ કાસને કવર્ડ કરવાના કામને મુલતવી કરવામાં આવ્યું હતું જ્યારે બીજા કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
સ્થાયી સમિતીની બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક શાખા, રોડ શાખા, ડ્રેનેજ શાખા સહિતના વિભાગોસહિતની 17 દરખાસ્તો રજુ કરાઇ છે. મહત્વની દરખાસ્તોમાં ઉત્તર ઝોનમાં 1 કરોડની મર્યાદામાં 25 લાખ વધારીને પથ્થર પેવિંગ કર્બીંગ કરવાના કામની હરસિદ્ધી કન્સ્ટ્રક્શનની દરખાસ્તને મંજૂર કરાઇ છે તો પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 35 કરોડની મર્યાદામાં કાચા રસ્તા, પાકા સેન્ટ્રલ ડવાઇડર વરસાદી ગટર સહિતના કામો માટે ઇજારદાર શિવમ કન્સ્ટ્રક્શનના 17.50 ટકા વધુ ભાવની દરખાસ્ત મંજૂર કરાઇ છે તો પશ્ચિમ ઝોનમાં જ વાર્ષિક ઇજારાથી 15 કરોડની મર્યાદામાં રાજ ઇન્ફ્રાસ્ટ્રકચરના 13 ટકા વધુ ભાવની દરખાસ્ત મંજૂર કરાઇ છે. ઉપરાંત પૂર્વ ઝોનમાં 70 લાખની મર્યાદામાં જયસ્વાલ ડેવલોપર્સના ઇજારામાં વધારો કરવાની દરખાસ્ત મંજૂરી કરાઇ છે તો પૂર્વ ઝોનમાં 8 કરોડની મર્યાદામાં કાચા રસ્તા પાકા કરવાના કામે જય એન્ટરપ્રાઇઝને સમય મર્યાદા વધારવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની મર્યાદામાં બી.ડી.સોરઠીયાના કામમાં 6 કરોડમાં વધુ 15 કરોડની મર્યાદા વધારવા દરખાસ્ત મંજૂર કરાઇ છે. વોર્ડ નંબર 17માં તરસાલી રીંગ રોડ પર રુપારેલ કાંસને પાકો કરી કવર્ડ કરવા અગ્રવાલ કન્સ્ટ્રક્શનને 20.50 ટકા વધુ ભાવે 73586345 રુપિયાની દરખાસ્ત રજુ કરાઇ હતી જેને મુલતવી કરાઇ છે.
Reporter: admin