સુરત સાયબર ક્રાઇમ સેલે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના નામે ચાલતા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં કુલ ₹1.97 કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. પોલીસે આદિત્ય શિવશંકર પાંડેની ધરપકડ કરી છે.
પોલીસ મુજબ, આરોપીઓ ShareChatની લિંક મોકલી લોકોને Reel View Task આપતા હતા. શરૂઆતમાં ટાસ્ક પૂર્ણ કરનારના બેન્ક એકાઉન્ટમાં રૂ.150 જમા કરાવી વિશ્વાસ કેળવવામાં આવતો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપી Telegram મારફતે બનાવટી વેબસાઇટની લિંક મોકલવામાં આવતી હતી.
વેબસાઇટ પર ID બનાવડાવી Investment Task આપવામાં આવતો અને શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી બાદમાં વધુ નાણાં રોકવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. Withdrawal Request કર્યા બાદ રકમ પરત આપવામાં આવતી ન હતી.
સુરતના એક ભોગ બનનાર પાસેથી આ રીતે ₹26.12 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
સુરતના એક ભોગ બનનાર પાસેથી આ રીતે ₹26.12 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં આરોપી આદિત્યએ ફરાર આરોપી આરીફને 3 ટકા કમિશનના બદલામાં પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હોવાનું બહાર આવ્યું છે. આ એકાઉન્ટમાં ₹1.20 લાખ જમા થયા હતા, જ્યારે બે વર્ષમાં ₹51.31 લાખના વ્યવહારો મળ્યા છે. એક જ એકાઉન્ટ સામે ચાર સાયબર ફ્રોડ ફરિયાદો પણ નોંધાઈ છે.
Reporter: admin







