રાજકોટ : ઈન્સ્ટાગ્રામમાં તોફાની રાધા ઉર્ફે રાધિકા હર્ષદભાઈ ધામેચા ઉ.વ.26 નામની યુવતીએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે,
અચાનક આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મોબાઈલ ફોનને FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે,તો તપાસ થયા બાદ આપઘાતનું કારણ સામે આવી શકે છે.ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા.
સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.
Reporter: admin