News Portal...

Breaking News :

રાજકોટમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતા પ્રેમી યુગલની આત્મહત્યા

2024-09-26 10:04:49
રાજકોટમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતા પ્રેમી યુગલની આત્મહત્યા


રાજકોટ: લીવ ઈન રીલેશનશીપથી રહેતા આ પ્રેમી યુગલ વચ્ચે ગઈકાલે રાત્રે કોઈ બાબતે  તકરાર બાદ આત્મ હત્યા કરી હતી.


રાજકોટના રેલનગર વિસ્તારમાં શ્રીજી રેસીડેન્સીમાં બી-૧૦ નામના ડુપ્લેક્ષમાં ભાડેથી રહેતાં તૃપ્તીબેન (ઉ.વ.૩૮) અને તેના પ્રેમી અક્ષય શૈલેષભાઈ કલોલીયા (ઉ.વ.ર૯)એ ગઈકાલે રાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લીવ ઈન રીલેશનશીપથી રહેતા આ પ્રેમી યુગલ વચ્ચે ગઈકાલે રાત્રે કોઈ બાબતે તકરાર થયા બાદ તૃપ્તીબેને સૌથી પહેલા ગળાફાંસો ખાઈ લીધો હતો. તેને જોઈ અક્ષયે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. એવું જાણવા મળ્યું છે કે તૃપ્તીબેન બ્યુટી પાર્લરને લગતું કામ કરતા હતા. તેના પહેલા લગ્ન તેની જ્ઞાાતિમાં જ ૧૬ વર્ષ પહેલાં થયા હતા.  બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી દસેક વર્ષ પહેલાં ગેરેજ સંચાલક ભાવેશ ધ્રાંગધરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 


જેમાંથી એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. જોકે પાંચ વર્ષ પહેલાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારે પુત્ર ભાવેશ પાસે રહ્યો હતો. જયારે તૃપ્તીબેને એકલા રહેવાનું શરૂ કર્યું હતું. દોઢેક વર્ષ પહેલાં તૃપ્તીબેનને ઈન્સ્ટાગ્રામ મારફત અક્ષય સાથે પરિચય થયો હતો. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પછી બંને લીવ ઈન રીલેશનશીપથી રહેવા લાગ્યા હતા. અઠવાડીયા પહેલા જ બંને રેલનગરની શ્રીજી રેસીડેન્સીમાં ભાડે રહેવા આવ્યા હતા. જયાં ગઈકાલે બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. જેની જાણ અક્ષયે તેના મિત્ર પરેશને કરી હતી. જેથી પરેશે તેને સમજાવટ કરવા બોલાવ્યો હતો. તેની પાસે અક્ષય ગયા બાદ પાછળથી ઘરમાં એકલા રહેલા તૃપ્તીબેને પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

Reporter:

Related Post