News Portal...

Breaking News :

ખાંડ કડવી થશે :લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું કેદ્ર વિચારી રહી છે

2024-06-17 10:08:19
ખાંડ કડવી થશે :લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું કેદ્ર વિચારી રહી છે


સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી છે.


આ પગલાથી ખેડૂતો ભલે રાજી થાય પરંતુ ખાંડના ભાવમાં વધારો થશે અને તેને લીધે મોંઘવારી વધવાથી આમ જનતાને માથે બોજમાં વધારો થશે. ખાંડમાં એમએસપીના વધારા સિવાય, ઉદ્યોગ આગામી સિઝન માટે ઇથેનોલના ભાવમાં વધારાની રાહ જોઈ રહ્યો છે, કારણ કે સિઝન માટે ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઇસ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. ૨૦૨૪-૨૫ની સીઝન માટે લઘુત્તમ વેચાણ કિંમતમાં વધારાની અપેક્ષાને કારણે શેરબજારમાં શુગર કંપનીઓના નફામાં વધારો થવાની ગણતરીએ તેના શેરોના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. 


ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારીને ૪૦થી ૪૧ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે. સામાન્ય ચૂંટણીઓ પહેલાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન ૨૦૨૪-૨૫ (ઓક્ટો-સપ્ટેમ્બર) માટે લઘુત્તમ ૧૦.૨૫ ટકાના રિકવરી રેટની શરત સાથે શેરડીની એફઆરપીમાંં ૭.૪ ટકા અથવા રૂ. ૨૫નો વિક્રમી વધારો કરીને રૂ. ૩૪૦ પ્રતિ ૧૦૦ કિગ્રા કરવાની મંજૂરી આપી હતી.

Reporter: News Plus

Related Post