News Portal...

Breaking News :

સુધા રેડ્ડીએ પહેરેલો 180 કેરેટનો ડાયમંડ નેકલેસ જેમાં 25 કેરેટનું હાર્ટ પેન્ડન્ટ પણ જડાયેલું હતું.

2024-05-08 11:58:53
સુધા રેડ્ડીએ પહેરેલો 180 કેરેટનો ડાયમંડ નેકલેસ જેમાં 25 કેરેટનું હાર્ટ પેન્ડન્ટ પણ જડાયેલું હતું.

અમેરિકાના ન્યૂ યોર્કના અત્યંત વૈભવશાળી વિસ્તારમાં યોજાઇ રહેલા મેટ ગાલામાં આખા વિશ્ર્વના સેલિબ્રિટીઝ અને ટોચના અગ્રણીઓ ભાગ લે છે. મેટ ગાલાનું સૌથી મોટું આકર્ષણ ત્યાં પહોંચતા મહાનુભવોની સ્ટાઇલ અને તેમની ફેશન હોય છે .

આ વખતે પ્રિયંકા ચોપરા જોનાસ મેટ ગાલામાં હાજર નથી રહી, પરંતુ ભારત તરફથી એક એવી હસતિ જે કોઇ અભિનેત્રી  નથી, પરંતુ તે છતાં ફેશનની દુનિયામાં તેમના નામનો ડંકો વાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ સુધા રેડ્ડીની જે જાણીતી ફિલેન્થ્રોપિસ્ટ અને સોશિયલાઇટ છે અને પોતાની ગજબની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.મેટ ગાલા પહોંચેલી સુધા રેડ્ડીએ તરુણ તહેલાની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો તેમ જ 4,500 કલાકની 80 કર્મચારીઓની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલો આઇવરી સિલ્ક ગાઉન પહેર્યો હતો. આ સાથે જ સૌથી મોટું આકર્ષણ રહ્યું હતું સુધા રેડ્ડીએ પહેરેલો 180 કેરેટનો ડાયમંડ નેકલેસ જેમાં 25 કેરેટનું હાર્ટ પેન્ડન્ટ પણ જડાયેલું હતું.આ ઉપરાંત તેમાં 20 કેરેટના ત્રણ અન્ય હીરા પણ જડવામાં આવ્યા હતા જે તે તેમના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પતિ અને તેમના બે પુત્ર માનસ અને પ્રણવનું પ્રતિનિધિત્વ કરતા હતા. પોતાની આ ગાઉન પહેરેલી તસવીર સુધાએ પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી અને કેપ્શનમાં પોતે આ વખતના મેટ ગાલા થીમ ‘સ્લીપીંગ બ્યુટીઝ:રિઅવેકનીંગ ફેશન’ને બંધ બેસતો ડ્રેસ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય સુધા હૈદરાબાદ સ્થિત અરબપતિ મેઘ ક્રિશ્ર્ન રેડ્ડીના પત્ની છે. મેઘ પોતાના નામે એક એન્જિનિયરીંગ કંપની પણ ધરાવે છે જેનું નામ મેઘ એન્જિનિયરીંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે.

Reporter: News Plus

Related Post