News Portal...

Breaking News :

મતદાન બાદ ગાંધીનગર કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી

2024-05-08 11:55:15
મતદાન બાદ ગાંધીનગર કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી

ઓછું મતદાન થતાં દિલ્હી જવાનું ટાળી તાબડતોબ બેઠક બોલાવી


પરિણામ અંગે ચર્ચા કરવામાં આવી હોઈ શકે


ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. જોકે આ વખતે રાજ્યમાં 2019ની તુલનાએ ખૂબ ઓછું મતદાન થયું હતું. ચૂંટણી કમિશનના આંકડા મુજબ ગુજરાતની તમામ 25 બેઠકો પર સરેરાશ 59.51 ટકા મતદાન આ વખતે થયું છે, જ્યારે ગત ચૂંટણીમાં 64.11 ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનના આ આંકડાથી ભાજપના 5 લાખની લીડ મેળવવાના ટાર્ગેટનું ગણિત જ ઊંધું પડી શકે છે. ઓછા મતદાન વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી જવાનું ટાળીને ગાંધીનગરમાં કમલમ ખાતે તાબડતોબ બેઠક કરી હતી. ચર્ચા છે કે આ બેઠકમાં પરિણામ અંગે ચર્ચા થઈ હતી.

ગુજરાતમાં બપોર બાદ મતદાનની ઝડપ ધીમે ધીમે ઘટી હતી. જેના કારણે મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની ભાજપના કાર્યકરોની મહેનત ઊંઘી પડી હતી. એક બાજુ ક્ષત્રિય સમાજની નારાજગી, બીજી બાજુ ઓછું મતદાન થતા પરિણામ પર તેની શું અસર થઈ શકે તે અંગે કમલમમાં મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમિત શાહ, પ્રદેશ નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે બેઠકનો મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 


ભાજપ દ્વારા દરેક લોકસભા બેઠક પર 5 લાખની લીડ મેળવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. જોકે ઓછું મતદાન થતા ભાજપના ઉમેદવારોનું મોટી લીડથી જીતવાનું સપનું તૂટી શકે. એવામાં આ બેઠકમાં કોંગ્રેસને ક્યાં ફાયદો થશે? ભાજપને ક્યાં ફાયદો થશે? સહિતની બાબતો પર મંથન કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઉપરાંત બેઠકમાં પ્રત્યેક પેજ સમિતી અને કાર્યકરોએ કેવી મહેનત કરી છે. પાર્ટીના કયા નેતા કે કાર્યકર્તા નારાજ રહ્યા? તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post