News Portal...

Breaking News :

ભારે વરસાદના કારણે બેંગલુરુમાં યેલો એલર્ટ જાહેર કરાયું

2024-05-08 11:50:47
ભારે વરસાદના કારણે બેંગલુરુમાં યેલો એલર્ટ જાહેર કરાયું

મુશળધાર વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગ બુધવારે મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને કર્ણાટકની રાજધાની બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ભારે વરસાદની શક્યતા સૂચવે છે. બેંગલુરુમા ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. મુશળધાર વરસાદને પગલે બેંગલુરુના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બેંગલુરુ ટ્રાફિક પોલીસે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયો હોય તેવા વિસ્તારોની જાણકારી નાગરિકોને આપી હતી. એપ્રિલ પછી હવામાન વિભાગ બેંગલુરુએ આગાહી કરી હતી કે મે મહિના દરમિયાન શહેરમાં સામાન્ય વરસાદ વરસશે. મે મહિનામાં બેંગલુરુમાં સામાન્ય રીતે 128.7 મીમી વરસાદ પડે છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે બેંગલુરુમાં વાદળ છવાયેલા રહેશે અને આગામી કેટલાક દિવસો સુધી વરસાદ વરસશે. સાત મેના રોજ તાપમાન 21થી 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે સિવાય આઠ મેના રોજ તાપમાન 21 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે સાથે સાથે વરસાદ પણ વરશે. નવ મેના રોજ પણ બેંગલુરુમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દિવસે પણ તાપમાન 22 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 મે સુધી પણ શહેરમાં તાપમાન 23 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. દરમિયાન આ દિવસોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 12 અને 13 મેના રોજ શહેરમાં વરસાદ વરસી શકે છે.

.. 

Reporter: News Plus

Related Post