વડોદરા : શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સુચનાઓ આપવામાં આવે છે ત્યારે અમોએ મ્યુનિસિપલ કમિશનરને ટુંક સમય પહેલાં અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે. તેની સંપૂર્ણ વિગતવાર 2000 ફોટા ગ્રાફ આલ્બમ આપ્યો હતો.

ત્યારબાદ 13/1/2025 નાં રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ત્યારે અમોને અધિકારીઓ દ્વારા ખોટાં લેટર મોકલી કાગળ પર કામગીરી બતાવી હતી હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે આજ રોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે આવા ભ્રષ્ટ અધિકારીઓનાં પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઉભી થઇ શકે છે

તેનાથી રોડ રસ્તા પીવાના પાણી તેમજ ડ્રેનેજની વ્યવસ્થા ઉભી થઇ શકે છે અને નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે તેથી અમે સામાજીક કાર્યકર તરીકે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે હાલમાં દરેક સ્થળે પુષ્કર પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે ત્યારે આવાં ભષ્ટ્ર અધિકારીઓ (જે જમીન મિલકત કોમર્શિયલ શાખાના છે) તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી કમલેશ પરમારે માંગ સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સુચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમાંમ બેનરો જપ્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.


Reporter: admin