વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળી હતી
જેમાં કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 16 કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.આજની આ બેઠકમાં પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઈટ વિભાગ, સયાજી બાગ ઝુ શાખા મ્યુનિસિપલ કમિશનરની કચેરી, પાણી પુરવઠા વિતરણ, આરોગ્ય ખાતુ, મિકેનિકલ ખાતુ, બ્રિજ પ્રોજેક્ટ શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા.
જેમાં 16 કામો ચર્ચાના અંતે મંજુર કરવામાં આવ્યા છે જ્યારે સમા રોડ પર બનનાર કામને હાલ પૂરતું મુલતવી કરવામાં આવ્યું છે.
Reporter: admin