વડોદરા મહાનગરપાલિકાનું મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતી સમક્ષ અંદાજે 6 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું હતું અને તેમાં વડોદરાવાસીઓ પાસેથી 50 કરોડનો સફાઇ વેરો વસુલવાની દરખાસ્ત કરાઇ હતી.
મ્યુનિ.કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટ પર સ્થાયીના સભ્યોએ 5 દિવસ ગહન ચર્ચા કરી હતી. હવે આ બજેટને સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવશે અને સંકલનમાં પણ તેની ચર્ચા કરાઇ હતી. સ્થાયી સમિતીમાં બજેટ પર શું ચર્ચા થઇ તેની માહિતી આપવા માટે આજે સોમવારે બપોરે 1 વાગે સ્થાયી સમિતીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ પ્રેસકોન્ફરન્સ બોલાવી છે જેમાં તેએઓ બજેટ અંગે કરાયેલા ઠરાવની માહિતી આપશે.
ઉલ્લેખનિય છે કે કમિશનરે સુચવેલા 50 કરોડના સફાઇ વેરાની દરખાસ્તને સ્થાયીના તમામ સભ્યોએ એક સહમતીથી ફગાવી દીધી છે અને સ્થાયી ચેરમેન આવતીકાલે આ મામલે જાહેરાત કરી શકે છે. આ સિવાય બજેટ પર વિવિધ કામોના મુદ્દે શું ઠરાવ કરાયા તે વિશે પણ માહિતી આપશે.
Reporter: admin