News Portal...

Breaking News :

5.690 કિલો વજનની ચાંદીની વસ્તુઓ મળી રૂપિયા 1.70 લાખની ચોરી

2025-01-17 18:14:24
5.690 કિલો વજનની ચાંદીની વસ્તુઓ મળી રૂપિયા 1.70 લાખની ચોરી


વડોદરા:  કલાલી અક્ષર ચોકની પાસે બ્લુબેલ વિસેંઝામાં રહેતા રીચાબેન અલકાપુરી ખાતે 360 ડાન્સ ટુ ફિટનેસ નામનો સ્ટુડિયો ચલાવે છે. તેમના પતિ એન્જિનિયર છે. રિચાબેનના સસરા વિરેન્દ્ર કોઠારી તથા સાસુ પ્રેમીલાબેન કોઠારીનું મકાન હરણી રોડ એરપોર્ટની સામે વ્રજવિહાર સોસાયટીમાં છે. 


હાલમાં તેમના સાસુ સસરા તથા દિયર મુંબઈમાં રહે છે અને હરણી રોડવાળું મકાન બંધ છે. જેની દેખરેખ રીચાબેન તથા તેમના પતિ રાખે છે. 24મી ડિસેમ્બર તેઓ મકાનને તાળું મારીને મુંબઈ ગયા હતા અને રીચાબેન અવારનવાર મકાન જોવા માટે આવતા હતા. 14મી તારીખે મકાનની પાછળ રહેતા કુસુમબેન સોલંકીએ ફોન કરીને ચોરી થવાનું જણાવતાં રિચાબેન તથા તેમના પતિ વ્રજ વિહાર સોસાયટીમાં ગયા હતા. 


ત્યાં જઈને જોયું તો મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને સામાન વેર વિખેર પડ્યો હતો. તેમણે સાસુને ફોન કરી જણાવતા ઘરમાં તપાસ કરતા ચાંદીનું બોક્સ તથા પૂજાની થાળી તથા ગ્લાસ, ટ્રે મળી કુલ 5.690 કિલો વજનની ચાંદીની વસ્તુઓ કિંમત રૂપિયા 1.70 લાખની ઘરમાંથી ચોરી થઈ ગયાનું જણાયું હતું.

Reporter: admin

Related Post