વડોદરા : ગણેશ ચતુર્થી થી શહેરમાં ગણેશોત્સવની શરૂઆત થઇ છે સમગ્ર વડોદરા શહેર જાણે શ્રીજીમય બન્યું હોય તેમ જણાય છે.
શહેરમાં મોટા ગણેશ પંડાલો સહિત લોકોએ પોતાના ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરી છે. સંસ્કારી નગરીમાં શ્રધ્ધાળુઓ દ્વારા પોતાની આસ્થા અને માનતા મુજબ દોઢ દિવસ, ત્રણ, પાંચ, સાત તેમજ દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવી છે અને આજે ઘણાં ભક્તોએ દોઢ દિવસે શહેરના વિવિધ તળાવોમાં વાજતેગાજતે શ્રીજીની પ્રતિમાઓ નું વિસર્જન કરી રહ્યાં છે .પાલિકા તંત્ર તથા પોલીસ પ્રશાસન દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો તૈયાર કરી તેમાં પ્લાસ્ટિક, પંપ, લાઇટો, તરાપાની વ્યવસ્થા કરી છે
બીજી તરફ શહેર પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ભક્તોને તકલીફ ન પડે તે બાબતને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા કરી છે.કૃત્રિમ તળાવ ખાતે એમ્બયુલન્સ સહિતના ઇમરજન્સી વાહનોને પણ મૂકવામાં આવ્યા છે. ત્યારે આજે સવારે 11 કલાક બાદ ભક્તોએ કાર, દ્વિચક્રી વાહનો સહિતના સાધનોમાં બેસી નવલખી મેદાન ખાતે પહોંચી શ્રીજીની આરતી બાદ ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરીયા’ ના નાદ સાથે શ્રીજીને ભાવવિભોર વિદાય સાથે વિસર્જન કર્યું હતું સાથે જ પ્રાર્થના કરી હતી કે, શહેર માથે કોઇ સંકટ ન આવે.
Reporter: admin