વડોદરા : કાલુપૂરા રહેતા શ્રીજી ભક્ત ઘનશયામ કૂલબાજે તેમના નિવાસ્થાને સ્થાપના કરેલ લાલબાગ કા રાજા મહારાષ્ટ્રની હુબેહુબ શ્રીજીની પ્રતિમાને 1 કરોડ ઉપરાંતના સોનાના આભૂષણોથી શ્રીજીને શણગાર્યા છે.
જેમાં સોનાનો હા૨ , સોનાના બાજુબંધ , સોનાના હાથના કડા, સોનાના પગ , સોનાનો હાથનો આશીર્વાદ ( પંજો ) સૂંઠનો સોનાના શણગારના કરવામાં આવ્યો છે.મહારાષ્ટ્રના પ્રખ્યાત લાલબાગ કા રાજાની જેમજ પોતાના ઘરમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતા શ્રીજી ભક્ત ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે મારી પેઢી દર પેઢીથી ચાલતી આવતી પરંપરા છે. મહારાષ્ટ્રના લાલબાગ કા રાજાની જેમજ પ્રતિમા બનાવડાવી મારા ઘરે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરું છું.
દર વર્ષે શ્રીજીની પ્રતિમાને એક નવા સોનાનું આભૂષણ ચઢાવું છું.તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રથા છેલ્લા 12 વર્ષથી કાયમ છે અને સોનાના આભૂષણ ખાસ શ્રીજીની પ્રતિમા માટે જ બનાવવામાં આવે છે. હાલ એક કિલો સોનાના ઘરેણાં શ્રીજી માટે તૈયાર થયા છે. મારી આસ્થા એવી છે કે સોનુ વધારીને શ્રીજીને વધારેમાં વધારે સોનાનો ચઢાવો અર્પણ કરું જ્યારે વર્ષ 2022માં શ્રીજીને હાથમાં સોનાનું ચક્ર છે. તેમજ સોનાની ફરસીનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
Reporter: admin