News Portal...

Breaking News :

વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારથી ખળભળાટ, હુમલાખોર યુવક ઠાર

2026-05-25 12:50:53
વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારથી ખળભળાટ, હુમલાખોર યુવક ઠાર


અમેરિકાના White Houseના સુરક્ષા ચેકપોઇન્ટ નજીક ગોળીબારની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. 


સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવેલા જવાબી ગોળીબારમાં હુમલાખોર યુવક માર્યો ગયો હતો. ઘટનાના પગલે સમગ્ર વ્હાઇટ હાઉસ પરિસરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.યુનાઈટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસ દ્વારા જારી નિવેદન મુજબ સાંજે લગભગ 6 વાગ્યે વ્હાઇટ હાઉસની 17મી સ્ટ્રીટ અને પેનસિલ્વેનિયા એવેન્યૂ નજીક એક યુવક પહોંચ્યો હતો. તેણે પોતાની બેગમાંથી હથિયાર બહાર કાઢીને અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો.સુરક્ષાકર્મીઓ તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા અને હુમલાખોર સામે જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. બંને તરફથી થોડો સમય ગોળીબાર ચાલ્યો હતો. ઘટનામાં હુમલાખોર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.



મૃત હુમલાખોરની ઓળખ 21 વર્ષીય નસીરે બેસ્ટ તરીકે થઈ છે, જે અમેરિકાના મેરિલેન્ડનો રહેવાસી હતો. માહિતી મુજબ તેની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી હતી.કોર્ટના જૂના દસ્તાવેજો અનુસાર ગયા વર્ષે જુલાઈ મહિનામાં પણ તેણે વ્હાઇટ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેણે પોતાને ઈસુ ખ્રિસ્તનો અવતાર ગણાવ્યો હતો અને પોતાની ધરપકડ કરાવવા માંગતો હોવાનું જણાવ્યું હતું. દસ્તાવેજોમાં તેને માનસિક રીતે અસ્થિર હોવાનું પણ ઉલ્લેખાયું છે.માહિતી અનુસાર તેણે 26 જૂન 2025 અને 10 જુલાઈ 2025ના રોજ પણ વ્હાઇટ હાઉસમાં ઘૂસવાના પ્રયાસો કર્યા હતા. હાલની ઘટના તેનો ત્રીજો પ્રયાસ હોવાનું જણાવાઈ રહ્યું છે.ગોળીબારની આ ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump વ્હાઇટ હાઉસમાં એક ગુપ્ત બેઠકમાં હાજર હતા. જોકે ઘટનામાં તેમને કોઈ નુકસાન થયું નહોતું.

Reporter: admin

Related Post