News Portal...

Breaking News :

શેરબજારમાં સપ્તાહની તેજીલી શરૂઆત: સેન્સેક્સ 176 અને નિફ્ટી 36 પોઈન્ટ ઉછળ્યા

2026-07-06 10:53:53
શેરબજારમાં સપ્તાહની તેજીલી શરૂઆત: સેન્સેક્સ 176 અને નિફ્ટી 36 પોઈન્ટ ઉછળ્યા

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારે હકારાત્મક શરૂઆત નોંધાવી છે. બેન્કિંગ ક્ષેત્રના મજબૂત પ્રદર્શન અને રોકાણકારોના વધતા વિશ્વાસને કારણે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા હોવા છતાં સ્થાનિક શેરબજારમાં ખરીદીનું જોર રહ્યું.

સોમવારના કારોબારની શરૂઆતમાં બીએસઈ સેન્સેક્સ 176 પોઈન્ટના ઉછાળા સાથે 77,941ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી-50 36 પોઈન્ટની વૃદ્ધિ સાથે 24,307ના સ્તરે કારોબાર શરૂ કરવામાં સફળ રહ્યો હતો. ખાસ કરીને મોટા ખાનગી અને સરકારી બેન્કોના શેરોમાં ખરીદી જોવા મળતા બજારને મજબૂતી મળી હતી.


વૈશ્વિક બજારોની વાત કરીએ તો એશિયાઈ શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જાપાનનો નિક્કેઈ-225 0.25 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.30 ટકા ઘટ્યો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.23 ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.38 ટકા વધ્યો હતો.

અમેરિકન બજારોમાં પણ સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. રજા બાદ શરૂ થયેલા કારોબારમાં ડોવ જોન્સ ફ્યુચર્સ 0.10 ટકા અને નેસ્ડેક-100 ફ્યુચર્સ 1.13 ટકા સુધી વધ્યા હોવાનું નોંધાયું છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, બેન્કિંગ ક્ષેત્રના મજબૂત પરિણામો અને વૈશ્વિક સ્તરે સ્થિરતા ભારતીય શેરબજાર માટે સકારાત્મક પરિબળો સાબિત થઈ રહ્યા છે. આગામી દિવસોમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક આર્થિક ઘટનાઓ પર રોકાણકારોની નજર રહેશે.

Reporter: admin

Related Post