News Portal...

Breaking News :

સિગ્નેચર ગ્લોબલ બિલ્ડર દ્વારા માટીના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા

2026-03-10 11:10:41
સિગ્નેચર ગ્લોબલ બિલ્ડર દ્વારા માટીના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા


ભિવાડી: રાજસ્થાનના ભિવાડીને અડીને આવેલા હરિયાણાના સરહદી વિસ્તારમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. 


કાપડિયાવાસમાં આવેલી સિગ્નેચર ગ્લોબલ બિલ્ડર સોસાયટીમાં માટીના ખોદકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત શ્રમિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.મળતી માહિતી મુજબ, નિર્માણાધીન સોસાયટીમાં માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટી ધસી પડી હતી અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાઈ ગયા હતા.  ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. 


માટીમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો હાથ ધરાયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને ભિવાડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Reporter: admin

Related Post