News Portal...

Breaking News :

અમેરિકા અને ઈરાન વચ્ચે 45 દિવસના કામચલાઉ સીઝફાયર માટે ગંભીર ચર્ચા વિચારણા

2026-04-06 10:11:35
અમેરિકા અને ઈરાન વચ્ચે 45 દિવસના કામચલાઉ સીઝફાયર  માટે ગંભીર ચર્ચા  વિચારણા


વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવાર સાંજની અંતિમ ચેતવણી (ડેડલાઈન) માથે તોળાઈ રહી છે, ત્યારે બીજી તરફ પડદા પાછળ યુદ્ધ રોકવા માટેના આખરી પ્રયાસો તેજ થયા છે. 


એક્સિયોસ (Axios) ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે 45 દિવસના કામચલાઉ સીઝફાયર (સંઘર્ષ વિરામ) માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. જંગના 33મા દિવસે શાંતિ પ્રસ્તાવ પર પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી મધ્યસ્થી કરી રહ્યા છે. ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે સીધો મેસેજ વ્યવહાર થયો હોવાનો દાવો કરાયો છે. 


સૂત્રોના જણાવ્યા મુજબ, આ સીઝફાયર બે તબક્કામાં હોઈ શકે છે:

પ્રથમ તબક્કો: 45 દિવસનો યુદ્ધવિરામ, જે દરમિયાન કાયમી શાંતિ સ્થાપવા માટેની શરતો પર ચર્ચા થશે. જો જરૂર પડે તો આ સમયગાળો વધારી પણ શકાય છે.બીજો તબક્કો: યુદ્ધનો કાયમી અંત લાવવા માટેનો કરાર. જેમાં હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખોલવી અને ઈરાનના યુરેનિયમ સંવર્ધન (Enriched Uranium) ના નિકાલ જેવા જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે.

Reporter: admin

Related Post