News Portal...

Breaking News :

સાધના બ્રોડકાસ્ટ લીમીટેડ કંપનીનાં શેરનાં ભાવમાં કૃત્રિમ ઉછાળા મામલે IPS રવિન્દ્ર પટેલ તથા સગાંન

2025-03-21 10:30:47
સાધના બ્રોડકાસ્ટ લીમીટેડ કંપનીનાં શેરનાં ભાવમાં કૃત્રિમ ઉછાળા મામલે IPS રવિન્દ્ર પટેલ તથા સગાંન


અમદાવાદ : ગુજરાતના એક વરિષ્ઠ IPS અધિકારીને ત્યાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની એક વિશેષ ટીમ દ્વારા અચાનક કરેલ કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. 

 


શેરબજારના ભાવોમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં આઇપીએસ હોવાની વાતો ફેલાતાં ચોતરફ ભારે ચકચાર મચવાની સાથોસાથ આશ્ચર્ય પણ ફેલાયું હતું. સેબીએ ફટકારેલી નોટીસમાં રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની સેબીને બાહેધરી આપતાં સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.ગુજરાતમાં IPS અધિકારીને ત્યાં દરોડા જો કે સેબીની નોટીસમાં રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલ આઇપીએસ હોવાની વાતનો કયાંય કોઇ ઉલ્લેખ નથી. પણ સેબીએ આઇપીએસ રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલ તથા તેમના સગાંને ત્યાં ગુરુવારે સવારથી જ તપાસ હાથ ધરી હોવાના કારણે સેબી સાથે જેમનું સમાધાન થયેલ છે તે આઇપીએસ રવિન્દ્ર પટેલ જ હોવાની વાતે જોર પકડયું હતું. એટલું જ નહીં પરંતુ સેબી સાથે બીજી કોઇ એજન્સીએ પણ તપાસમાં ઝૂંકાવ્યું હોવાની વાતો વહેતી થઇ છે. બીજી તરફ સેબીના 27 ફ્રેબ્રુઆરી- 2025ના સેટલમેન્ટ ઓર્ડરમાં સેબી અને રવિન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તો પછી કયા કારણોસર સેબીએ આઇપીએસ રવિન્દ્ર પટેલને ત્યાં તપાસ હાથ ધરી છે તે વિષય ચર્ચાનો બન્યો છે. રવિન્દ્ર પટેલના પિતા પણ નિવૃત્ત IPS હતા.IPS રવિન્દ્ર પટેલના પિતા આઈજી કક્ષાના નિવૃત IPS અધિકારી રહી ચૂક્યા છે ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામના વતની રવિન્દ્ર પટેલ તથા તેના સાળાંને ત્યાં ગુરુવારે વહેલી સવારથી જ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો. વડોદરાના પાદરા અને રોધરા ગામમાં આઇપીએસ અધિકારીના પૈતૃક મકાન અને અન્ય સંપત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. 



આ ઉપરાંત, ખેડબ્રહ્માના જ ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. ગલોડીયા ગામમાં રહેતા IPS અધિકારીના સાળાની પણ કેન્દ્રીય એજન્સીઓની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારી વાત એ છે કે IPS રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત IPS અધિકારી રહી ચૂક્યા છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીના પરિવારમાં આ પ્રકારની તપાસથી સમગ્ર પોલીસ વિભાગમાં આશ્ચર્યની સાથે ચર્ચા જન્માવી છે.સાધના બ્રોડકાસ્ટ લીમીટેડ કંપનીનાં શેરનાં ભાવમાં યુ ટયુબ વીડીઓ દ્વારા કંપનીની વિકાસની વાતો, વિસ્તરણ તેમ જ ભ્રામક વાતો ફેલાવતી જાહેરાતો કરીને કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો હોવાની ફરિયાદ જુલાઇ- સપ્ટેમ્બર-2022માં સેબીને મળી હતી. આ ફરિયાદના આધારે સેબીએ તપાસ કર્યા બાદ રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલ સહિત અન્યોને 9 જાન્યુઆરી - 2024માં કારણદર્શક નોટીસ ફટકારી હતી. જેમાં તમે સેબી ધારાની વિવિધ કલમો હેઠળની જોગવાઇઓનો ભંગ કર્યો છે. તો તમારી સામે સેબી અધિનિયમ 1992ની વિવિધ કલમો હેઠળ યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી. તમે ખોટો નફો કમાવવા માટે તમે રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે. આવા આક્ષેપો બદલ તમારી સામે દંડનીય કાર્યવાહી કેમ ના કરવી ? આ નોટીસના જવાબમાં રવિન્દ્ર પટેલે સેબી સમક્ષ સમાધાનકારી પ્રક્રિયા માટે 24 ફ્રેબ્રુઆરી-2024ના રોજ સેટલમેન્ટ અરજી કરી હતી. સેટલમેન્ટ જોગવાઇના સંદર્ભમાં સેબીની ઇન્ટરનલ કમિટીની 13 ઓગસ્ટ - 2024 અને 15 ઓક્ટોબર-2024ના રોજ મીટીંગ મળી હતી. આ મીટીંગમાં રવિન્દ્ર પટેલે દરખાસ્ત કરી હતી કે આમાં ખોટી નફાખોરી થઇ છે તેની અમે ક્ષતિ પૂર્તિ કરીએ. આ દરખાસ્તના ભાગરૂપે 1.90,61,362 અને 72.80 લાખની પેનલ્ટી પણ ભરી છે. બંનેના સરવાળો કરીએ તો અંદાજે 2.62 કરોડની રકમ 19 ફ્રેબ્રુઆરી-2025ના રોજ ભરપાઇ કરી દીધી હતી. એટલું જ નહીં પરંતુ દંડ ભરપાઇ સાથે છ મહિના સુધી આ કંપનીના શેરોની ખરીદી, વેચાણ તેમ જ લેવડ-દેવડ નહીં કરવાની પણ રવિન્દ્ર પટેલે સંમતિ દર્શાવી હતી. આ ઓર્ડર 27 ફ્રેબ્રુઆરી-2025ના રોજ થયો હતો.

Reporter: admin

Related Post