News Portal...

Breaking News :

ટ્રિપલ માસ્ટર ડિગ્રી ધરાવતા અનુસૂચિત જાતિના પ્રમુખે સોશિયલ મીડિયા પર વ્યંગ કર્યો

2025-04-12 10:02:51
ટ્રિપલ માસ્ટર ડિગ્રી ધરાવતા અનુસૂચિત જાતિના પ્રમુખે સોશિયલ મીડિયા પર વ્યંગ કર્યો


વડોદરા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વકીલ સોશીયલ મીડિયા પર એક વ્યંગ વ્યક્ત કરતી પોસ્ટ મુકતા વાયરલ થઇ હતી અને ચર્ચાઓ એ જોર પકડ્યું છે . 


હંમેશા શિસ્તમાં માનનારી પાર્ટીમાં જયારે કંઈ બોલી શકાતું ન હોય ત્યારે  ભાજપના નેતા ઓ આવી કવિતા કે વ્યંગ પોસ્ટ થી પોતાની વ્યથા ઠાલવતા હોય છે. પ્રમુખ બદલાતાની સાથે જ નવા પ્રમુખ આવ્યા બાદ પણ  ભાજપમાં કઈ સમુ સુતરું ચાલી નથી રહ્યું  તેમ સપષ્ટ દેખાય રહ્યું છે. વડોદરા મહાનગર ભાજપમાં શહેર પ્રમુખ તરીકે ડો વિજયભાઈ શાહ ની જગ્યા પર ડો જયપ્રકાશ સોનીની નિમણુંક થતાં જ નવા પ્રમુખ સાથે પોતાનું વર્ચસ્વ સ્થાપવા ઘણા વિવાદિત ચેહરાં નવા પ્રમુખ ની આગળ પાછળ ફરે છે.પત્રિકા કાંડમાં જેમની મુખ્ય ભૂમિકા હતી એવા અલ્પેશ લીમ્બાચિયા, પક્ષ વિરોધી કામ કરનાર જ્યોતિ પંડ્યા ના ફોટા  ભાજપ કાર્યાલય પર  લાગતા ભારે વિવાદ સર્જાયો હતો. ભૂતકાળમાં જે પાર્ટી વિરોધી કામ કરતા હતા તે તમામ લોકો હવે  પૂર્વ પ્રમુખ  હોદ્દા પર થી ઉતરી જતા હવે નવા કમલમમાં ધામા નાખી બેસી રહે છે અને હોદ્દા મેળવવા નવા પ્રમુખ ની આસપાસ ફરે છે. ત્યારે આજે અચાનક અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ હર્ષદ વકીલે સોશીયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને જણાવ્યું હતું કે '' વિરોધ ક્યારે હોય  જયારે આપણું કામ સારું હોય પણ બીજા ને ગમતું ના હોય.. જયારે આપણું કામ સાચું હોય પણ બીજા ને પચતું ના હોય " શબ્દો સાથે ની પોસ્ટ મૂકી હતી.  પોસ્ટ ના શબ્દો વાંચતા મોરચા ના પ્રમુખ નું કામ ગમતું ના હોય અને કોઈ ને પચતું ના હોય તો વિરોધ  હોય તેમ કહેવા માંગે છે ત્યારે  જોવાનું રહ્યું  કે કોણ આ કરી રહ્યું છે. 


આગામી સમયમાં અનુસૂચિત જાતિ સમાજના મેયર હોય અને એસ.સી.મોરચાના પ્રમુખ હર્ષદ વકીલ પણ આ ચૂંટણી માં પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. ટ્રિપલ ડિગ્રી ધરાવતા અનુસૂચિત સમાજ માં આંગળી ના ટેરવે ગણાય એટલા ચહેરા વડોદરા મહાનગરમાં છે. જેમાં હાલના એસ સી મોરચા ના પ્રમુખ હર્ષદ વકીલ પણ એક નામ છે. ત્યારે અચાનક આ પ્રકાર વ્યંગ કરતી પોસ્ટ મુકતા ભારે ચર્ચા ચાલી છે.  નવા પ્રમુખ ડો જયપ્રકાશ સોની આવ્યા બાદ બધું સારું થશે એમ લાગતું હતું પણ નવા પ્રમુંખ ને કાન ભરનારા ખુબ છે. પ્રમુખ જો કાચા કાન રાખી બેસે તો ફરી ગ્રુપ બનવાનું શરુ થઇ જશે. જુના પ્રમુખ ના જેટલા પણ હોદેદારો છે તેમને કિનારે કરવાના તખ્તા પણ  ગોઠવાઇ રહ્યા હોવાની ચર્ચા જોર પકડ્યું છે. અને ફરી વડોદરા મહાનગર માં ભાજપ ના ગ્રુપ અસ્તિત્વ માં હતા એમ નવા પ્રમુખ નું પણ અલગ જૂથ હશે તેમ મનાઈ રહ્યું છે. આગામી દિવસોમાં નવું સંગઠન આવી રહ્યું છે ત્યારે સામાજિક સમરસતા જળવાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.  પણ હાલ નવા સંગઠન માં ચાપલૂસો કરી પોતાનું પદ બચાવા ખુબ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે નવા પ્રમુખ  કેવી રીતે કાર્ય કરે એ જોવાનું રહ્યું. ભાજપ માટે કાર્યકર્તા દેવ નું રૂપ છે અને આવા દેવદુર્લભ કાર્યકર્તાઓને સાચવશે કે પછી માનીતાઓને સાથે રાખી કામ કરશે.  હાલ માનીતાઓની સલાહ મુજબ  નવા પ્રમુખ કામ કરશે તે જોવાનું રહ્યું.  પણ હાલ પણ વડોદરા ભાજપમાં સારું નથી ચાલી રહ્યું પછી કોર્પોરેશન હોય કે સંગઠન હજુ પણ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા ઓ માટે ભાજપમાં કઈ સારું નથી ચાલી રહ્યું.

Reporter: admin

Related Post