News Portal...

Breaking News :

સયાજી હોસ્પિટલમાં એક્સરે વિભાગનો રૂમનો દરવાજો તૂટેલી હાલતમાં છતાં તંત્ર ચૂપ

2024-05-13 15:11:36
સયાજી હોસ્પિટલમાં એક્સરે વિભાગનો રૂમનો દરવાજો તૂટેલી હાલતમાં છતાં તંત્ર ચૂપ


વડોદરા સરકારી સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે હોય છે ત્યારે સમસ્યાઓ પણ એેટલી જ મોટી હોય છે. તાત્કાલિક સારવાર વિભાગમાં તાજેતરમાં જ આવેલા પ્રિન્સિપલ સેક્રેટરીએ ચેકિંગ કરતાં રાતોરાત નવા વાધા સજાવાયા હતા. છતાં કેટલીક કામગીરી બાકી રહી ગઈ છે. તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલા એક્સ-રે રૂમના દરવાજાનો એક બાજુનો ભાગ તૂટેલો છે.


15 દિવસથી એક્સરે વિભાગનો રૂમનો દરવાજો તૂટેલી હાલતમાં હોવા છતાં પણ તેને રીપેરીંગ કરવા તરફ ધ્યાન આપવામાં આવતું નથી .SSG હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં એક્સ રે રૂમનો દરવાજો છેલ્લા ૧૫ દિવસ થી તૂટેલી હાલતમાં છે ત્યારે દર્દીઓને રેડીએશન ની અસર થાય તો કોણ જવાબદાર હશે? શું એસએસજી હોસ્પિટલ નું તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે? 


સરકાર હોસ્પિટલમાં રીપેરીંગ નું કામકાજ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ કામગીરીના નાણાં ગુણવત્તાની ચકાસણી વગર ચૂકવણી કરી દેવામાં આવે છે.

Reporter: News Plus

Related Post