વડોદરા : સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત 'સરકારઆપનાદ્વારે' ત્રી દિવસીય મેગા કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં કેમ્પ નો લાભ લીધો હતો.

સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત 'સરકાર_આપના_દ્વારે_ ત્રી દિવસીય મેગા કેમ્પ' તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ઝાંસી કી રાની મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યો. મેઘા કેમ્પનો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ કરીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપ ના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં,9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા બેન આયરે, હેમલતા બેન ગોર, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ.9 વોર્ડ પ્રમુખ લખધીર સિંહ ઝાલા, પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા

મહાનુભાવોએ કેમ્પની મુલાકાત લીધી હતી. સરકાર આપના દ્વારે... મેગા કેમ્પ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ઈલોરાપાર્ક ઉંડેરા, સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થી હોય લાભ લીધો હતો લાભાર્થે તારીખ૧૦-૧૧-૧૨- જાન્યુઆરી સવારે ૧૦:૦૦ થી૩:૦૦ કલાકે દરમિયાન આયોજન કરવામાં આવ્યું.મેઘા કેમ્પમાં આધારકાર્ડ, આવકનો દાખલો, રેશનકાર્ડ,આયુષ્માન કાર્ડ,વિધવા સહાય,ચૂંટણી કાર્ડ મેડિકલ કેમ્પ હોમિયોપેથીક, ઓર્થોપેડિક,રેન્ડમ બ્લડ ટેસ્ટ,ડાયાબિટીસ,મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન નિશુલ્ક ચશ્મા નું વિતરણ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિશુલ્ક કાઢી આપવામાં આવશે.કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.








Reporter: admin