News Portal...

Breaking News :

એકતાનગરમાં રજૂઆત બાદ પણ રસ્તો ન બન્યો: મૂર્તિ ખંડિત થવાના ડરે વિસર્જન ન કરવાનો નિર્ણય

2024-09-17 13:47:08
એકતાનગરમાં રજૂઆત બાદ પણ રસ્તો ન બન્યો: મૂર્તિ ખંડિત થવાના ડરે વિસર્જન ન કરવાનો નિર્ણય


વડોદરા : શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીની ઠેર-ઠેર સ્થાપના કરવામાં આવી છે. 


દસ દિવસ સુધી સ્થાપિત થયેલ શ્રીજીનુ તા.17 મીના રોજ વિસર્જન કરવામાં આવશે. ત્યારે આજવા રોડ એકતાનગર ખાતે જય ભીમ યુવક મંડળ દ્વારા આ વખતે રોડ-રસ્તાના ઠેકાણા નહિ હોવાથી આવતા વર્ષે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે. 


ગણેશ મંડળના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. મૂર્તિ ખંડિત થવાનો ડર લાગી રહ્યો છે, જેથી હવે આવતા વર્ષે વિસર્જન કરાશે.

Reporter: admin

Related Post