News Portal...

Breaking News :

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં CBI તરફથી ક્લીનચીટ મળ્યા બાદ રિયા ચક્રવર્તી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી

2025-03-24 15:12:15
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં CBI તરફથી ક્લીનચીટ મળ્યા બાદ રિયા ચક્રવર્તી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી


મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં 22 માર્ચે રિયા ચક્રવર્તીને CBI તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. આ પછી,સોમવારે, રિયા તેના પરિવાર સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી. આ દરમિયાન એક્ટ્રેસનો ભાઈ અને પિતા પણ તેની સાથે હાજર હતા.



14 જૂન, 2020ના રોજ, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદ્રા સ્થિત ઘરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની અટકાયત કરી હતી. તેના પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. 


સુશાંતના મૃત્યુના 4 વર્ષ અને 6 મહિના પછી, 22 માર્ચે, સીબીઆઈએ આ કેસનો ક્લોઝિંગ રિપોર્ટ આપ્યો. સીબીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

Reporter: admin

Related Post