રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) શુક્રવાર, 19 જૂનના રોજ યોજાઈ હતી. આ દરમિયાન કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ લગભગ 44 લાખ શેરહોલ્ડર્સને સંબોધિત કર્યા અને અનેક મોટા નિર્ણયો જાહેર કર્યા હતા.
અંબાણીએ જણાવ્યું કે કંપનીની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સનો IPO લાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે 19 જૂને સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) રજૂ કરવામાં આવ્યો છે. આ IPO હેઠળ 27 કરોડ નવા શેર બહાર પાડવામાં આવશે અને તેની મારફતે લગભગ 4 બિલિયન ડોલર એટલે કે અંદાજે ₹37,700 કરોડ એકત્ર કરવાની યોજના છે.
માહિતી મુજબ, આ IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે, જોકે હાલ શેરની કિંમત અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ ઉપરાંત મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપની યુરોપ અને આફ્રિકા જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવાની યોજના પર કામ કરી રહી છે.
રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી મુંબઈમાં ‘કોસ્ટલ ગાર્ડન’ નામની અર્બન ગ્રીન સેંકચુરી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. તેમજ મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં 410 એકર વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી સ્થાપવાની મંજૂરી આપી છે. ઉપરાંત વંતારા યુનિવર્સિટી પણ શરૂ કરવામાં આવી રહી છે, જ્યાં વન્યજીવ સંરક્ષણ અને પશુચિકિત્સા ક્ષેત્રે વિશેષ શિક્ષણ આપવામાં આવશે.
Reporter: admin







