News Portal...

Breaking News :

રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, નકલી રસીદ બુક મળી

2026-07-08 12:53:10
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, નકલી રસીદ બુક મળી

અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ રામ મંદિરમાં ચઢાવાની રકમમાં ગેરરીતિના કેસમાં SITની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આરોપીઓની નિશાનદેહી પરથી નકલી રસીદ બુક મળી આવી છે. તપાસ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું છે કે તેઓ નકલી રસીદોના આધારે ભક્તો પાસેથી ચંદો ઉઘરાવતા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પાસે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામ અને લોગોવાળી જૂની નકલી રસીદ બુક હતી. મંદિરમાં દાન આપવા ઇચ્છુક ભક્તોને આ રસીદ આપવામાં આવતી હતી જેથી તેમને કોઈ શંકા ન જાય. આ રસીદો દેખાવમાં મૂળ રસીદ જેવી જ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, ટિન્નૂ યાદવ, લવકુશ મિશ્રા, કરુણેશ પાંડે, અનુકલ્પ મિશ્રા સહિત ધરપકડ કરાયેલા આરોપીઓ લાંબા સમયથી આ રીતે ચંદો ઉઘરાવતા હતા.


પછી મંદિરમાં દાનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવતા કાગળની રસીદોની વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપીઓએ નકલી રસીદોનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. હાલ ભક્તો સીધા મંદિરના બેંક ખાતામાં દાન જમા કરાવે છે અથવા મંદિરના સત્તાવાર દાન કાઉન્ટર પરથી ઓનલાઈન સ્લિપ મેળવે છે.


SIT સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આ ગેરરીતિમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Reporter: admin

Related Post