રામ મંદિર ચઢાવા મુદ્દે રાજકીય ગરમાવો: બ્રજભૂષણ સિંહનું નિવેદન અને પૂર્વ પ્રભારીના ચોંકાવનારા દાવા
બીજી તરફ, રામ મંદિરના પૂર્વ લેખા પ્રભારી મહિપાલ સિંહના દાવાઓએ પણ ખળભળાટ મચાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ચઢાવાની રકમની ગણતરી દરમિયાન ગડબડ થતી હતી અને કેટલાક મહિનાના CCTV ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યા હતા.મહિપાલ સિંહે વધુમાં દાવો કર્યો કે નોટોની ગણતરી દરમિયાન બેંક અધિકારીઓ અને સંકળાયેલા કર્મચારીઓ દ્વારા ગેરરીતિ થતી હતી, જેના અંગે ફરિયાદ કર્યા બાદ તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.આ તમામ આરોપો વચ્ચે હવે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને વિવિધ રાજકીય પક્ષો આ મુદ્દે એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.
Reporter: admin







