નવી દિલ્હી: બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર ત્રણ દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેમની સાથે બેલ્જિયમના રક્ષામંત્રી થિયો ફ્રેન્કેન પણ ભારત આવ્યા છે. દરમિયાન નવી દિલ્હીમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે બેલ્જિયમના રક્ષામંત્રી થિયો ફ્રેન્કેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન ભારત અને બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ તથા સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. થિયો ફ્રેન્કેને ભારતની ટેક્નોલોજી અને ક્ષમતાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “અમે ભારત પાસેથી ઘણું શીખી શકીએ છીએ. ભારત હાઈ-ટેકનોલોજી ધરાવતો દેશ છે અને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે. અમારે સાથે મળીને કામ કરવાની ખરેખર જરૂર છે.”
રાજનાથ સિંહે વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કર્યો
રાજનાથ સિંહે કહ્યું કે વિશ્વ હાલ ગંભીર ભૌગોલિક-રાજકીય અને આર્થિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. આમાંથી મોટાભાગની પરિસ્થિતિઓ ભારતના કારણે સર્જાઈ નથી, પરંતુ તેમ છતાં આ પડકારોનો સામનો કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે આવા સમયમાં બેલ્જિયમ જેવા મિત્ર અને મહત્વપૂર્ણ ભાગીદાર દેશ સાથે મુલાકાત વિચારો અને દૃષ્ટિકોણના આદાન-પ્રદાન માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે.
રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું કે જુલાઈ 2026માં યોજાયેલ ભારત-બેલ્જિયમ સ્ટ્રેટેજિક ડાયલોગે સંરક્ષણ અને સુરક્ષા સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સંસ્થાકીય માળખું તૈયાર કર્યું છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ વિસ્તૃત કરવા બેઠક દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

Reporter: admin