News Portal...

Breaking News :

નેપાળમાં પૂરનાં 9 દિવસ બાદ ચમત્કાર, સુરંગમાંથી બે કામદારોને જીવતા બહાર કઢાયા

2026-09-04 11:27:39
નેપાળમાં પૂરનાં 9 દિવસ બાદ ચમત્કાર, સુરંગમાંથી બે કામદારોને જીવતા બહાર કઢાયા

કાઠમંડુ: નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરનાં નવ દિવસ બાદ રાહત અને બચાવ કામગીરીમાં મોટી સફળતા મળી છે. ત્રિશૂલી વિસ્તારમાં આવેલા ત્રિશૂલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાંથી બે કામદારોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યૂ બાદ સુરંગમાં ફસાયેલા અન્ય લોકો પણ જીવિત હોવાની આશા વધી છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ સુરંગમાં ફસાયેલા કર્મચારીઓ સુધી પહોંચવા માટે સતત ખોદકામ કરી રહી હતી. આ દરમિયાન ટીમને સુરંગની અંદરથી લોકોના અવાજો સંભળાયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી હતી. સામે આવેલા વીડિયોમાં બચાવકર્મીઓ એક સાંકડા માર્ગમાંથી એક કામદારને બહાર કાઢતા જોવા મળે છે. બહાર આવ્યા બાદ ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું હતું.

નેપાળની સેનાએ બે કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, બચાવાયેલા કામદારોની ઓળખ કબીર મહારાજન અને સંજય શાહ તરીકે થઈ છે.

સ્થાનિક પ્રશાસન અનુસાર, પૂર બાદ નેપાળના 12 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી આશરે 900 કર્મચારીઓ ગુમ છે. જેમાંથી લગભગ 500 લોકો સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે.

26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કુદરતી આપત્તિમાં 1,290થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે હજારો લોકો હજુ પણ લાપતા છે.

Reporter: admin

Related Post