News Portal...

Breaking News :

શીતળા માતાની પૂજા કરી મહિલાઓએ બાળકોના સારા સ્વાસ્થ્યની કામના કરી

2026-09-03 13:11:40
શીતળા માતાની પૂજા કરી મહિલાઓએ બાળકોના સારા સ્વાસ્થ્યની કામના કરી

સિદ્ધનાથ રોડ ખાતે શીતળા માતાની પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી. મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક શીતળા માતાની પૂજા કરી અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. 

આ પ્રસંગે મહિલાઓએ માતાજીના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ તથા બાળકો સ્વસ્થ રહે તેવી કામના કરી હતી.

શીતળા માતાની પૂજા દરમિયાન વિસ્તારમાં ભક્તિ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી હતી.

Reporter: admin

Related Post