3 ભારતીયોના મોત મુદ્દે રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીનો PM મોદી પર તીખો પ્રહાર
અહેવાલ મુજબ હોર્મુઝ ખાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકન નૌકાદળે એક પછી એક ત્રણ જહાજો પર હુમલા કર્યા હતા, જેમાં એક હુમલામાં ત્રણ ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા હતા. ભારતે આ ઘટનાનો વિરોધ નોંધાવીને મામલો સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી ઉઠાવ્યો છે.શિપિંગ મંત્રાલયના અધિકારીઓ મુજબ હોર્મુઝ વિસ્તારમાં હાલ પણ મોટી સંખ્યામાં ભારતીય ખલાસીઓ ફસાયેલા છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. અંદાજે હજારો ભારતીયો આ સંકટગ્રસ્ત માર્ગ પર વિવિધ જહાજોમાં કાર્યરત છે.આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાથે સાથે ભારતમાં પણ ગરમ રાજકીય ચર્ચા ઉભી કરી છે.
Reporter: admin







