News Portal...

Breaking News :

અમેરિકાની 50 વર્ષની “સાઈલન્ટ ગેમ”: મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે ઊભી થઈ ઓઈલ પાવર સ્ટ્રેટેજી

2026-06-12 16:56:18
અમેરિકાની 50 વર્ષની “સાઈલન્ટ ગેમ”: મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે ઊભી થઈ ઓઈલ પાવર સ્ટ્રેટેજી


અમેરિકાની 50 વર્ષની “સાઈલન્ટ ગેમ”: મિડલ ઈસ્ટના સંઘર્ષ વચ્ચે ઊભી થઈ ઓઈલ પાવર સ્ટ્રેટેજી

વૈશ્વિક ઊર્જા રાજનીતિમાં છેલ્લા પાંચ દાયકામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 1970ના દાયકામાં ઓઇલ સંકટ સામે લાચાર બનેલું અમેરિકા આજે વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ નિકાસકાર દેશ બની ગયું છે.1973ના યોમ કિપ્પુર યુદ્ધ દરમિયાન આરબ દેશોએ અમેરિકા પર ઓઇલ પ્રતિબંધ મૂકતા વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે હલચલ મચી હતી. આ ઘટનાએ અમેરિકાને ઊર્જા આત્મનિર્ભરતા તરફ દોર્યું અને લાંબા ગાળાની વ્યૂહરચના શરૂ થઈ.પછીના વર્ષોમાં અમેરિકા દ્વારા શેલ ટેક્નોલોજીમાં કરાયેલા ભારે રોકાણે સ્થિતિ બદલી નાખી. 

2000ના દાયકાના અંત સુધીમાં શેલ ઓઇલ ઉત્પાદન વધતા અમેરિકા સાઉદી અરેબિયા અને રશિયા જેવી પરંપરાગત શક્તિઓને પાછળ છોડીને નિકાસ ક્ષેત્રમાં આગળ આવ્યું.બીજી તરફ મધ્ય પૂર્વમાં ઈરાન-ઈરાક યુદ્ધ, પ્રતિબંધો અને રાજકીય તણાવને કારણે ઘણા મોટા ઉત્પાદક દેશોની સ્થિતિ નબળી પડી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા વ્યૂહાત્મક માર્ગ પર તણાવ વધતાં વૈશ્વિક પુરવઠા પર પણ અસર પડી રહી છે.ભારત જેવા આયાત આધારિત દેશો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ભારત પોતાની 85% ઓઇલ જરૂરિયાત આયાતથી પૂરી કરે છે અને હાલ અમેરિકા તથા રશિયા તરફથી આયાત વધારવામાં આવી રહી છે. જોકે લાંબા પરિવહન અને વધતા વીમા ખર્ચને કારણે સ્થાનિક બજારમાં કિંમતો પર દબાણ યથાવત છે.વિશ્લેષકોના મતે, વૈશ્વિક ઓઇલ બજાર હવે વધુ વિકેન્દ્રિત અને રાજકીય તણાવોથી પ્રભાવિત બની ગયું છે, જેમાં ઊર્જા સુરક્ષા આગામી વર્ષોમાં મુખ્ય મુદ્દો રહેશે.

Reporter: admin

Related Post