News Portal...

Breaking News :

પીવી સિંધુએ જીત્યો જાપાન ઓપન 2026નો ખિતાબ, પ્રથમ ભારતીય ચેમ્પિયન બની રચ્યો ઇતિહાસ

2026-07-19 12:07:03
પીવી સિંધુએ જીત્યો જાપાન ઓપન 2026નો ખિતાબ, પ્રથમ ભારતીય ચેમ્પિયન બની રચ્યો ઇતિહાસ

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. ટોક્યોમાં રમાયેલી BWF સુપર-750 ટૂર્નામેન્ટની ફાઇનલમાં સિંધુએ જાપાનની વિશ્વ નંબર-3 અકાને યામાગુચીને સતત બે ગેમમાં 21-17, 21-17થી હરાવી શાનદાર જીત નોંધાવી હતી.

લગભગ 50 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં સિંધુએ શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી અને સમગ્ર મેચ દરમિયાન પોતાનો દબદબો જાળવી રાખ્યો. આ જીત સાથે તે જાપાન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે.

આ સિદ્ધિ સિંધુ માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. ડિસેમ્બર 2024 બાદ તેણે પ્રથમ વખત કોઈ BWF ટૂરનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઉપરાંત, સુપર-750 અથવા તેનાથી ઉચ્ચ સ્તરની ટૂર્નામેન્ટમાં તેણે લગભગ સાત વર્ષ બાદ મોટો ખિતાબ જીત્યો છે. અગાઉ તેણે વર્ષ 2019માં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો.

પીવી સિંધુની આ ઐતિહાસિક જીતને લઈને દેશભરમાં રમતપ્રેમીઓ અને રમતજગતના દિગ્ગજોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ સિદ્ધિએ ભારતીય બેડમિન્ટનને વધુ એક ગૌરવપૂર્ણ સફળતા અપાવી છે.

Reporter: admin

Related Post