વડોદરા શહેરના ISKCON મંદિર ખાતે આજરોજ પુરુષોત્તમ માસ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.યજ્ઞમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર ભરત ડાંગર તેમજ વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન દંડક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું આયોજન ઇસ્કોન મંદિરના અધ્યક્ષ બાસુ ઘોષ દાસ તથા ઉપાધ્યક્ષ નિત્યાનંદ રામદાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત વ્યવસ્થાની ઉપસ્થિત મહાનુભાવો અને ભક્તોએ પ્રશંસા કરી હતી.પુરુષોત્તમ માસના આ પાવન અવસરે યોજાયેલા યજ્ઞમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ધાર્મિક લાભ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.



Reporter: admin







