વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 8 સપ્ટેમ્બરે વડોદરામાં યોજાનારા કાર્યક્રમની તૈયારીઓને લઈને ‘નેશન ફર્સ્ટ’ અંતર્ગત વડોદરા સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ઈન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ‘નેશન ફર્સ્ટ’ના પ્રોજેક્ટ હેડ ડો. વિજય શાહ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુદાનિયા, શહેર ભાજપ મહામંત્રી રમેશ પટેલ, ‘નેશન ફર્સ્ટ’ પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર નવીનસિંહ જેતાવત તેમજ વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગત વર્ષે ‘નેશન ફર્સ્ટ’ અંતર્ગત આયોજિત પાંચ દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને યુવાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ દરમિયાન યુવાનોને સંબોધિત કરશે.

યુવાનોને નવી દિશા અને જ્ઞાન સાથે માહિતી ઉપલબ્ધ કરાવવાના હેતુથી કાર્યક્રમમાં પ્રવેશ માટે ડિજિટલ રજીસ્ટ્રેશન, આધાર કાર્ડ વેરિફિકેશન અને QR કોડ આધારિત પાસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમ માત્ર આમંત્રિત યુવાનો માટે મર્યાદિત અને ભવ્ય આયોજન તરીકે યોજાશે.
Reporter: admin







