News Portal...

Breaking News :

વડાપ્રધાનના આગમનને લઈ પાલિકામાં મેયરની અધ્યક્ષતામાં બેઠક

2026-09-03 10:51:24
વડાપ્રધાનના આગમનને લઈ પાલિકામાં મેયરની અધ્યક્ષતામાં બેઠક

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાની મુલાકાતે આવનાર હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયર ગીતા મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. 

વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને તા. 4 સપ્ટેમ્બરના રોજ સાયકલ યાત્રા અને તા. 7 સપ્ટેમ્બરના રોજ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તે માટે આજે સૌપ્રથમ એનજીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના આયોજન તેમજ વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ મેયરની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સાયકલ યાત્રા અને પદયાત્રાની કાર્યક્રમ રૂપરેખા અંગે ચર્ચા કરી બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે કાઉન્સિલરોને આહવાન કરવામાં આવ્યું હતું.

મેયર ગીતા મકવાણાએ મીડિયા સમક્ષ સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Reporter: admin

Related Post