News Portal...

Breaking News :

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ગુજરાતમાં પણ ભાવમાં કોઈ ફેરફાર નહીં

2026-07-17 12:15:07
ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, ગુજરાતમાં પણ ભાવમાં કોઈ ફેરફાર નહીં

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો નોંધાયો છે. ઈરાન યુદ્ધની સ્થિતિ અને અન્ય ભૌગોલિક રાજકીય કારણોના કારણે કાચા તેલના ભાવમાં તાજેતરના સમયમાં મોટો વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 52 દિવસથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  

સરકારી તેલ કંપનીઓએ શુક્રવાર, 17 જુલાઈ 2026ના રોજ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. 25 મે 2026 બાદથી દેશના મોટા શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ બદલાવ થયો નથી.  

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ


ગુજરાતના મોટા શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ અંદાજે રૂ.101.83 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ રૂ.97.92 પ્રતિ લિટર આસપાસ છે.
દેશના ચાર મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ


  • * દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
  • * કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
  • * મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
  • * ચેન્નાઈ: ₹107.77 પ્રતિ લિટર

દેશના ચાર મોટા શહેરોમાં ડીઝલના ભાવ


  • *દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
  • *કોલકાતા: ₹99.02 પ્રતિ લિટર
  • *મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
  • *ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર

આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 84.85 ડોલર પ્રતિ બેરલ અને યુએસ WTI ક્રૂડ 70.52 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ક્રૂડ ઓઈલ મોંઘું થવા છતાં હાલ ભારતીય ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલના સ્થિર ભાવથી રાહત મળી રહી છે.

Reporter: admin

Related Post