News Portal...

Breaking News :

પાવાગઢ ડુંગર પર પથ્થર ધસી પડતા દુર્ઘટના: બે યાત્રિકોના મોત, બચાવ કામગીરી યથાવત

2026-06-19 09:42:04
પાવાગઢ ડુંગર પર પથ્થર ધસી પડતા દુર્ઘટના: બે યાત્રિકોના મોત, બચાવ કામગીરી યથાવત

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો ગબડી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક યાત્રિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય લોકો દબાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આજે સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો. તેના પરિણામે માટી ધસી પડતાં મોટા પથ્થરો અચાનક નીચે ગબડ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારે માતાજીના દર્શન માટે જઈ રહેલા યાત્રિકો આ ઘટનાની ઝપેટમાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને બચાવ દળો સંયુક્ત રીતે રાહત અને શોધખોળની કામગીરી કરી રહ્યા છે.

દુર્ઘટનાના કારણે યાત્રાધામ વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. મૃતકોની ઓળખ અને ઘટનાના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા હજુ પણ અન્ય કોઈ યાત્રિક પથ્થરો નીચે દબાયો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

Reporter:

Related Post