News Portal...

Breaking News :

પરિણીત પ્રેમિકાના ઘરે ભૂતપૂર્વ પ્રેમીએ મોકલ્યો પાર્સલ-બૉમ્બ: યુવતીનાં પતિ અને દીકરીનો જીવ ગયો

2024-05-04 13:37:39
પરિણીત પ્રેમિકાના ઘરે ભૂતપૂર્વ પ્રેમીએ મોકલ્યો પાર્સલ-બૉમ્બ: યુવતીનાં પતિ અને દીકરીનો જીવ ગયો


ભૂતપૂર્વ પ્રેમીએ મોકલેલો પાર્સલ-બૉમ્બ ફાટ્યો એ પછી ઘર ખેદાનમેદાન થઈ ગયું હતું.ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામમાં પરિણીત પ્રેમિકાના પ​તિને તેના આ ઘટના વિશે સિ​નિયર પોલીસ અ​​ધિકારી ​વિજય પટેલે આપેલી જાણકારી મુજબ ૩૧ વર્ષના આરોપી જયંત બાલુ​સિંહ વણજારાએ ઑટોરિક્ષામાં બૉમ્બ ધરાવતું પાર્સલ મોકલ્યું હતું જે એક ટેપ-રેકૉર્ડર જેવું જ દેખાતું હતું. જિતેન્દ્રએ એ પાર્સલ ખોલતાં જ ધડાકો થયો હતો. આ પાર્સલમાં મોકલેલો ઇમ્પ્રૂવાઇઝ્‍ડ બૉમ્બ બનાવવા માટે જયં​ત રાજસ્થાન ગયો હતો અને તેણે ​જિલેટિન ​સ્ટિક્સ અને ડિટોનેટર ખરીદ્યાં હતાં. બૉમ્બનું ટેપ-રેકૉર્ડર જેવું પૅકિંગ કરવામાં આવ્યું હતું અને એ ઑન કરતાંની સાથે જ ધડાકો થયો હતો. જે ઑટોરિક્ષામાં આ બૉમ્બ મોકલવામાં આવ્યો હતો એના ડ્રાઇવરની ક્લોઝ્‍ડ સર્કિટ ટે​લિ​વિઝન (CCTV) ફુટેજના આધારે ઓળખ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને એના આધારે આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ​વિશેષ ટીમ તૈયાર કરી હતી અને ધડાકાના થોડા કલાક બાદ જયંતીની ધરપકડ કરવામાં આવી હતી. જિતેન્દ્રની પત્ની જયં​તીની એક્સ-ગર્લફ્રેન્ડ હતી અને તેનાં જિતેન્દ્ર સાથે થયેલાં લગ્ન તેને ગમ્યાં નહોતાં એટલે જિતેન્દ્રને મારવા માટે તેણે બૉમ્બ ધરાવતું પાર્સલ મોકલ્યું હતું.

Reporter: News Plus

Related Post