રાજ્યભરમાં ચાલી રહેલા શિક્ષણના મહાપર્વ સમાન 'શાળા પ્રવેશોત્સવ' અંતર્ગત વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગોરીયાદ ગામે ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જે અન્વયે જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ શાલા મુલાકાત લઈને પોતાના હસ્તે નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટરને જ્યારે જાણ્યુ કે, ગામના ખેતરમાં રહેતી એક દીકરીએ શાળા અધવચ્ચેથી છોડી દિધી છે તો કલેક્ટરે પરિવારને સમજાવી ફરીથી બાળકીને ભણવા માટે શાળાએ મુકવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવતા બાળકોને કલેકટર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રસંગે વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







