વડોદરા પીસીબી ને મળેલી બાતમી મુજબ એક ઈસમ નામ કમલેશ ઉર્ફે કાલુ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા સાંઈકૃપા ફ્લેટ એમ, નંબર 04માં રહે છે.IPL, T20 ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવવા માટે ઓનલાઈન ID પર તેમના ગ્રાહકો સાથે મોબાઇલ ફોન પર સટ્ટો લેવામાં આવે છે
જીતવા હારવા પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે અને આજે રમાઈ રહ્યો છે, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર પર સટ્ટો રમી રહ્યા છે ત્યારે તેઓ પોતાના મોબાઈલ ફોન પર ઘરે બેસીને મેચ પર સટ્ટો રમી રહ્યા છે. જે હકીકતના આધારે માહિતી એકઠી કરી સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને ઘરમાં IPL ક્રિકેટ મેચ રમાતી હતી.
આ જુગાર રમતા ઇસમને પોલીસે ૧૮૨૬૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા 4, 5 નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: News Plus