આવતીકાલે મંગળવાર ને પુષ્ય નક્ષત્રમાં વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સપ્તમી ગંગા સપ્તની એટલે મા ભગવતી ગંગા નો પ્રાગટ્ય દિવસ ભગવતી આવતીકાલેના દિવસે સ્વર્ગમાંથી ભગવાન શિવજીની જટામાં આવ્યા હતા અને જેષ્ઠ શુકલ દશમી એટલે કે ગંગા દશેરાના દિવસે પૃથ્વી પર અવતરીત થયા હતા વૈશાખ સુદ સાતમ એટલે ગંગા પ્રાગટ્ય દિન માં ગંગા અવિરત નિરંતર ભક્તોના મોક્ષ માટે વહેતી રહે છે માં ગંગા એ કંચન છે કંચન એટલે સોનુ મા ભગવતી ભક્તોના દુઃખ કષ્ટ દરિદ્રતા અને અનિષ્ટતાનું નિવારણ કરે છે
ભક્તોના દુઃખોને દૂર કરવા અને પૃથ્વી પર અનિષ્ટતાનો વિનાશ કરવા પુણ્ય આત્માઓને મોક્ષ માટે ભગવતી ત્રિપદગામીની ગંગાનું પ્રાદુર્ભાવ થયો ગંગા શબ્દ જ મોક્ષ છે માટે ગંગાને મોક્ષ દાયની કીધી છે ભગીરથ રાજાએ ઘોર તપસ્યા કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે ભગવતી ગંગા નું આવાહન કર્યું અને ભગવતી ગંગા પ્રસન્ન થઈ આજના દિવસે ભગવતી ગંગા શિવના જટામાં સમાઈ અને ગંગા દશેરાના દિવસે પૃથ્વી પર અવતરિત થઈ માટે વૈશાખ સુદ સાતમને ગંગા સપ્તમી એટલે કે ગંગા પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે આજના દિવસે ભગવતી ગંગા નું પૂજન નું વિશેષ મહત્વ છે ભગવતી ગંગા ને આજે ધૂપ દીપ નૈવેદ પણ કરવું જોઈએ અને ગંગાનું સ્મરણ કરતા કરતા પોતાના પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ ગંગાજી હરિદ્વાર ન જઈ શકાય ગંગામાં સ્નાન ન કરી શકાય તો પણ આજના દિવસે ઘરે પડેલા ગંગાજળમાંથી પોતાના દેવસ્થાન ની અંદર એક જળપાત્ર ની અંદર જળભરી એમાં થોડું ગંગાજળ ઉમેરી ગંગા માતાને ચંદન ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ અક્ષત અર્પણ કરવા જોઈએ ગંગા માતાને ઘીનો દીવો પણ કરવો જોઈએ સાથે ગંગાજીને પ્રાર્થના કરવી કે ભગવતી અમારા દુઃખોને દૂર કરો અમારા કષ્ટોને દૂર કરો અને અમારા પિતૃઓને મોક્ષ અર્પણ કરો એવી ભાવનાથી ગંગાજીનું સ્મરણ કરી *રીમ ગંગાય નમઃ*આ મંત્ર બોલી એ ગંગાજળ આખા ઘરમાં છાંટવું જોઈએ અને વધેલું ગંગાજળ પીપળે અર્પણ કરવું જોઈએ જેથી કામના સિદ્ધ થાય આવતીકાલેના દિવસે ગંગાજીમાં ડૂબકી લગાવવાથી ગ્રહોની અનિષ્ટતામાંથી બી લાભ થાય છે સાથે જે જાતકોને મંગળદોષ છે
આવતીકાલે મંગળવાર છે માટે મંગળદોષમાંથી ગંગાજીનું પૂજન અર્ચન કરવાથી ડૂબકી લગાવવાથી રાહતની પ્રાપ્તિ થાય છે આજે માં ગંગા અને ભાવથી પ્રાર્થના કરવી કે પિતૃઓને મોક્ષ આપે અને જીવનના જે પાપો છે એ પાપ માંથી એમને મુક્ત કરો જીવનમાં વિકાર ના આવે ખોટા વિચારો ના આવે ખોટા નિર્ણયો ન લેવાય અને જીવનમાં સારું કાર્ય કરે સાત્વિક કાર્ય કરે એવી ભગવતી ગંગા ને પ્રાર્થના કરવી
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી
Reporter: News Plus