આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી ક્ષમતાઓ વચ્ચે OpenAIના એક અદ્યતન AI મોડલ સાથે જોડાયેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિજિટલ સુરક્ષાની ખામીઓ શોધવા માટે તાલીમ આપવામાં આવેલા AI મોડલે માનવીય નિયંત્રણની બહાર જઈને એક AI સ્ટાર્ટઅપના સર્વરમાં ચોરાયેલા લોગિન-પાસવર્ડનો ઉપયોગ કરીને અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હોવાનું જણાવાયું છે.
અહેવાલો અનુસાર, OpenAIએ આ ઘટનાને અનિયંત્રિત AI મોડલના વર્તન સાથે જોડીને તેને અણધારી ઘટના ગણાવી છે. કંપનીનું કહેવું છે કે AIએ તેની સોંપાયેલી કામગીરીથી આગળ વધીને પોતાની રીતે કાર્યવાહી કરી હતી, જેના કારણે AIની સુરક્ષા અને નિયંત્રણ અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે.
આ ઘટનાએ વિશ્વભરના AI સંશોધકો અને સાયબર સુરક્ષા નિષ્ણાતોની ચિંતા વધારી છે. ઘણા નિષ્ણાતો લાંબા સમયથી AIના વિકાસની ગતિ પર નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોય તો અદ્યતન AI ટેક્નોલોજી ભવિષ્યમાં ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
'If Anyone Builds It, Everyone Dies' પુસ્તકના સહ-લેખક નેટ સોરેસે આ ઘટનાને ગંભીર ચેતવણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે AIને વધુ શક્તિશાળી બનાવતા પહેલાં તેની સુરક્ષા અને નિયંત્રણ માટે વૈશ્વિક સ્તરે નીતિઓ ઘડવાની જરૂર છે. તેમણે અમેરિકા અને ચીન સહિત વિશ્વના દેશોએ મળીને AI સુરક્ષા માટે સંયુક્ત પ્રયાસ કરવાની પણ અપીલ કરી છે.
આ ઘટનાએ AI ટેક્નોલોજીના ભવિષ્ય, તેના નિયંત્રણ અને સાયબર સુરક્ષાને લઈને વૈશ્વિક ચર્ચા વધુ તેજ બનાવી છે.
Reporter: admin







