News Portal...

Breaking News :

દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી, ONGC મંગલુરુમાં બનાવશે 1.75 MMTનું વ્યૂહાત્મક તેલ ભંડાર

2026-07-10 16:00:40
દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી, ONGC મંગલુરુમાં બનાવશે 1.75 MMTનું વ્યૂહાત્મક તેલ ભંડાર

દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની તેલ અને કુદરતી ગેસ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ ભારતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીના બોર્ડે કર્ણાટકના મંગલુરુ ખાતે 1.75 મિલિયન મેટ્રિક ટન (MMT) ક્ષમતાનું વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (Strategic Petroleum Reserve - SPR) વિકસાવવા માટે સિદ્ધાંતતઃ મંજૂરી આપી છે.

9 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoP&NG)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાનાર આ પ્રોજેક્ટને 'રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ' તરીકે વિકસાવવામાં આવશે. આ યોજના હેઠળ માત્ર કાચા તેલના સંગ્રહની ક્ષમતા જ વધારવામાં નહીં આવે, પરંતુ તેલના સુરક્ષિત સંગ્રહ અને સંચાલન માટે જરૂરી આધુનિક સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવશે.

ONGCના બોર્ડે આ વ્યૂહાત્મક તેલ ભંડારના વ્યાવસાયિક ઉપયોગની સંભાવનાઓ પર પણ ભાર મૂક્યો છે. આ માટે ભારત સરકાર સાથે જરૂરી નિયમનકારી સહયોગ (Regulatory Support) મેળવવા અને ભવિષ્યમાં ભંડારનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવશે.


નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટથી દેશને વૈશ્વિક સપ્લાયમાં અવરોધ, ભૂરાજકીય તણાવ અથવા ઇંધણ સંકટ જેવી પરિસ્થિતિમાં કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. સાથે જ, વ્યૂહાત્મક લાભ ઉપરાંત ONGCને ભવિષ્યમાં આર્થિક લાભ મળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post