વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ઝગડા બાદ એક યુવકની હત્યા કરી દેવાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાવ અંગેની જાણ થતા જવાહર નગર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ઉંડેરા ગામમાં જલારામ નગર સોસાયટીમાં રહેતા ધીરજ સુરેશ દાસનો કોઈક બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તેના ધીરજની હત્યા કરી નાખી હતી અને હત્યારો ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ જવાહર નગર પોલીસ સ્ટેશનના સૂત્રોને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાંથી ધીરજના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી અપાયો હતો.
આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લાગે છે જેના આધારે પોલીસે અત્યારે સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે હાલ તો હત્યા કરનાર ફરાર થઈ ગયો છે અને પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
Reporter: News Plus